શિવ ભક્તોને ભકિતમાં તરબોળ કરાવવા માટે આખો શ્રાવણ સુધી ચાલશે આધ્યાત્મિક કાર્યક્રમો : સત્સંગ રસધારામાં દેશના 101 જેટલા વિદ્વાન પંડિતો આધ્યાત્મિક રહસ્યોને ઉજાગર કરશે કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય તેમજ સંતો મહંતો રહેશે ઉપસ્થિત : દરરોજ અંદાજે 5 હજાર ભાવિકો કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લેશે મોરબી : શ્રાવણ માસ એટલે શિવભકિત કરવાનો સોનેરી અવસર. ત્યારે શ્રાવણ માસમાં ભક્તોને શિવ ભક્તિમાં તરબોળ કરવા માટે મોરબીના બેલા-ભરતનગર ગામે આવેલ ખોખરા હનુમાનધામ ખાતે આખા શ્રાવણ માસ દરમ્યાન પ્રથમ વખત શિવકથા અને સારસ્વત સત્સંગ રસધારના ધારાના કાર્યક્રમનું તા.2 થી 30 સુધી આયોજન કરવામાં આવ્યું છે.કરશે.જેમાં સત્સંગ ધારામાં દેશના 101 વિદ્ધાન પંડિતો ગૂઢ આધ્યાત્મિક રહસ્યને ઉજાગર કરશે. ખોખરા હનુમાન ધામ ખાતે મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીના સાનિધ્યમાં ખોખરાધામ સેવા સમિતિ દ્વારા આખો શ્રાવણ માસ એટલે કે તા.2 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી દરરોજ સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી શિવકથા અને સત્સંગ ધારાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભક્તો માટે દરરોજ બપોરે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.ખાસ કરીને શિવ ભક્તોને પ્રથમવાર સત્સંગ ધારામાં દેશના 101થી વધુ વૃદ્ધાન પંડિતોની આધ્યાત્મિક વાણીનો લાભ થશે.આ વિદ્ધાનો સારસ્વત સંસ્કૃતિના રહસ્યો વિશે પ્રકાશ પાડશે અને હજુ સુધી બહાર ન આવેલા શાસ્ત્રોના રહસ્ય વિશે છણાવટ કરશે. આ સાથે સમાજ શાસ્ત્રો,વિજ્ઞાન, પરમહંસના લક્ષણો,તુલસી કૃત રામયણો સિવાયના રામયણો, દેવી ભાગવતના રહસ્યો,મહાલક્ષમીનું પ્રાગટય,ગણેશ પુરાણના પ્રસંગો, મહાભારતના રહસ્યો,પુરાણોના રહસ્યો, ગોરધન લીલાનું રહસ્ય વિશે વિદ્વાનો વક્તવ્ય આપશે.વિદ્વાનોમાં ગૌતમ શાસ્ત્રી, ધનાંજયભાઈ વ્યાસ, નરેન્દ્રભાઈ પંડયા, કનૈયાલાલ ભટ્ટ, વિનયભાઈ ભટ્ટ સહિતના સંસ્કૃતિને લગતી જે વિગતો અત્યાર સુધી બહાર નથી આવી તેવી વિગતો વર્ણવશે. આ ધાર્મિક કાર્યક્રમમાં પૂ.કનિરામબાપુ, ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુક્તાનંદ બાપુ, લાલજી મહારાજની જગ્યાના મહંત પૂ. રામબાલકદાસજી બાપુ, પૂ. રાજેન્દ્રદાસ બાપુ, કચ્છના અનસોયા માતા, પૂ. નિર્ગુણદાસ મહારાજ અને પૂ. જાનકીદાસ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહેશે. આ કથા દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવાના છે. વિશેષમાં આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય સહિતના મહાનુભાવો પણ આવવાના છે. ખોખરાધામ ખાતે હાલ હનુમાનજીની ગુજરાતની સૌથી ઊંચી 108 ફૂટની મૂર્તિ આકાર લઈ રહી છે. અહીં દેશભરમાંથી અબજો રામ મંત્ર મળ્યા છે. જેનાથી 9 અબજ રામ મંત્ર મૂર્તિના વચ્ચેના ભાગમાં મુકવામાં આવશે. આ ઉપરાંત અહીં શિવાલય, મહાલક્ષ્મીજી, શિવ પરિવાર, અષ્ટભુજા નવદુર્ગા અને રામ પંચાયત મંદિરનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. આ નિર્માણ કાર્ય 17 ઓક્ટોબર 2016થી શરૂ થયું હતું. જે આગામી જાન્યુઆરી માસમાં પૂર્ણ થવાનું છે. સાથો સાથ હનુમાનજીના મંદિરનું પુનઃપ્રાણપ્રતિષ્ઠાનું કામ પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. અહીં 4.5 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે. 80થી વધુ ઋષિકુમારો સંસ્કૃત અભ્યાસ કરી રહ્યા છે.આ શિવકથામાં અહીં ભારતભરમાંથી અનુયાયીઓ મોટી સંખ્યામાં આવશે. શિવકથાનો દરરોજ અંદાજે 5 હજારથી વધુ ભાવિકો લાભ લેશે. સાથે મહાપ્રસાદ પણ લેશે. આ ધર્મલાભ લેવા મહામંડલેશ્વર કનકેશ્વરી દેવી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne