હળવદ : હળવદના ભવાની ગેરજ નજીકથી મોટર સાઈકલમાં થેલીમાં રાખેલ રોકડા ૭૦ હજાર તથા બેંકની ચેક બુકની ચોરી થયાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે. હળવદના માનસર ગામે રહેતા અને દૂધ ઉત્પાદક સહકારી મંડળીના મંત્રી મુકેશભાઈ દેવદાસભાઈ ગોહિલ ગત તા.૨૨ના રોજ ભવાની ગેરેજ નજીક હોય એ દરમિયાન તેના મોટર સાઇકલમાં થેલીમાં રાખેલ રોકડ રકમ રૂ.૭૦,૦૦૦ તથા અલગ અલગ બેંકની ચેક બુક નંગ-૩ કોઈ અજાણ્યો માણસ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મુકેશભાઈ ગોહિલે હળવદ પોલીસ મથકમાં નોંધાવી છે. આ બનાવની હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne