મોરબી : મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આજ તારીખ 31 જુલાઈથી ત્રણ દિવસ એટલે કે તારીખ 2 ઓગસ્ટ સુધી એક અભિયાન 'જ્યાં લીમડો ત્યાં ગળો' અભિયાન શરુ કરવામાં આવી રહ્યું છે, એ અંતર્ગત ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા ગળોના રોપનું વિતરણ કરવામાં આવનાર છે. માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા ગળોના રોપનું વિતરણ કરવામાં આવશે. ગળો એક અદ્ભુત ઔષધિ છે તેનું હિન્દી નામ गिलोई છે તથા તેને સંસ્કૃતમાં અમૃતા કહે છે. ગળાને આંગળીના બે વેઢા જેટલો લઈ રાત્રે વાટકીમાં પલાળી રોજ સવારે પી લેવાથી કોઇ પણ પ્રકારના વાઈરલ રોગો થતાં નથી. આ સિવાય અનેક રોગો થતાં અટકે છે. આ અભિયાનમાં ગળાનો રોપ લીમડા પાસે રોપવાનો રહેશે, પછી તે આપમેળે થઈ જશે. આ અભિયાન માત્ર મોરબી નહિ પણ આખા ભારતમાં થાય તેવી ઈચ્છા પણ ટ્રસ્ટ દ્વારા દર્શાવવામાં આવી છે. રોપ મેળવવા તથા વધુ જાણકારી મેળવવા અને અભિયાનમાં જોડાવા માટે સ્વયંસેવક મહેશ ભોરણિયા (9426802094)નો સંપર્ક સાધવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne