મોરબી : સૌરાષ્ટ્રના સહકારી અને ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ રાદડીયાના લાંબી બીમારી બાદ થયેલા નિધન અન્વયે મોરબી-માળીયા(મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિઠ્ઠલભાઈને શોકાંજલી આપી હતી. ખેડૂત આગેવાન એવા વિઠ્ઠલભાઈ રાદડીયાના અવસાનથી રાજકીય ક્ષેત્રે શોકની લાગણી ફેલાઈ ગઈ છે, ત્યારે મોરબી-માળીયા(મી.)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ શોકાંજલી અર્પણ કરતા જણાવ્યું હતું, કે વિઠ્ઠલભાઈ રાદડિયા સહકારી અને ગ્રામ્ય ઉદ્ધારક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા તેમણે હમેશા ગરીબોની ખેવના કરી હતી. ખેડૂતોના હકોના રક્ષણ માટે તેઓ કોઈપણ પક્ષની સરકાર સમક્ષ બાંયો ચડાવવામાં હિચકિચાટ ન અનુભવતા. તેમના અવસાનથી સૌરાષ્ટ્રનું ગ્રામ્ય જીવન રાંક બન્યું છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, સદગત વિઠ્ઠલભાઈ રાદડિયાએ રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે નાખેલો મજબૂત પાયો અને સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે તેઓએ કંડારેલી કેડીએ આગળ વધીને વિઠ્ઠલભાઇએ સહકારી બેંકને વટવૃક્ષ બનાવ્યું હતું. વધુમાં તેઓએ તેમની સાથે કરેલા કામોને વાગોળતા જણાવ્યું હતું, કે તેઓ હિંમતભેર નિર્ણયો લેવાની એક આગવી સુઝબુઝ ધરાવતા નેતા હતા. ધારાસભ્યએ તેમના પરિવાર પરત્વે દિલસોજી પાઠવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne