વાંકાનેર, હળવદમાં પોણો ઇંચ વરસાદ, ઉપરવાસમાં સારા વરસાદને કારણે મચ્છુ-2 ડેમમાં નવા નીરની આવક મોરબી : મોરબીવાસીઓની પ્રાર્થના જાણે ભગવાને સાંભળી હોય, એમ ગત રાત્રિથી સતત ધીમી ધારે વરસાદ ચાલુ છે. મોરબીમાં ધીમી ધારે ગઈકાલે મોડી રાતથી આજ સવાર સુધી કુલ 23 mm એટલે કે 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મોરબીમાં ગત રાત્રિથી વરસાદ સતત ધીમી ધારે ચાલુ છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. મોરબીમાં રાત્રે 2 થી 4 વાગ્યા દરમિયાન 3 mm, 4 થી 6 વાગ્યા દરમિયાન 6 mm, 6 થી 8 વાગ્યા દરમિયાન 14 mm આમ કુલ 23 mm, વાંકાનેરમાં 2 થી 4 વાગ્યા દરમિયાન 3 mm, 4 થી 6 વાગ્યા દરમિયાન 14 mm 8 થી 10 માં 10 mm આમ કુલ 27 mm, હળવદમાં 19 mm, ટંકારામાં 2 થી 4 વાગ્યા દરમિયાન 9 mm, 4 થી 6 વાગ્યા દરમિયાન 11 mm, 6 થી 8 વાગ્યા દરમિયાન 2 mm આમ કુલ 22 mm અને માળિયામાં 1 mm જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં વરસાદને કારણે મચ્છુ-2 ડેમમાં આશરે અઢી ફૂટની નવા નીરની આવક થવા પામી છે. ડેમની સપાટી કુલ 33 ફૂટમાંથી 14 ફૂટે પહોંચી ગઈ છે. ઉપરવાસના વરસાદને કારણે 3000 ક્યુસેક અને નર્મદા નીરની 358 ક્યુસેક, આમ 3358 ક્યુસેકની આવક ચાલુ છે. ડેમ પર રાતથી અત્યાર સુધીમાં 35 mm જેટલો વરસાદ પડ્યો છે. મચ્છુ ડેમમાં પ્રથમ વખત નવા નીરની આવક થઇ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne