માર્કેટ યાર્ડના હોદ્દેદારોએ દિવંગત વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલી અર્પણ કરી મોરબી : સૌરાષ્ટ્રના સહકારી કૃષિ ક્ષેત્રના દિગજજ નેતા અને રાજકીય ક્ષેત્રે અમીટ છાપ છોડી જનાર વિઠ્ઠલ રાદડિયાના અવસાનને પગલે મોરબી જિલ્લાના ત્રણેય માર્કેટીંગ યાર્ડ આજે શોકમય બંધ રહ્યા હતા. આ ત્રણેય માર્કેટ યાર્ડના હોદેદારો અને વેપારીઓએ દિવંગત વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલી આપી હતી. સોરાષ્ટ્ના લડાયક ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું ગઈકાલે અવસાન થયું હતું.સૌરાષ્ટ્રના ખેડૂત નેતાની અણધારી વિદાયથી સહકારી કૃષિ ક્ષેત્રે અને ખેડૂતોમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.ત્યારે વિઠ્ઠલ રાદડિયાના અવસાનને પગલે તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે આજે મોરબી, વાંકાનર અને હળવદ મળીને મોરબી જીલ્લાના ત્રણેય માર્કેટીંગ યાર્ડને શોકમય બંધ રાખવામાં આવ્યા હતા.આ અંગે મોરબીના માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ જણાવ્યું હતું કે, વિઠ્ઠલ રાદડિયાના અવસાનના પગલે ગઈકાલે જાહેરાત કર્યા બાદ આજે માર્કેટીંગ યાર્ડમાં બંધ પાળવામાં આવ્યો છે અને માર્કેટીંગ યાર્ડના તમામ હોદેદારો તથા વેપારીઓ બે મિનિટ મોન પાળીને તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne