મોરબી : પુલવામા આંતકી હુમલામા દેશની સુરક્ષા કાજે શહિદ થયેલ જવાનોના બલીદાનને બિરદવવાની સાથે તેમના પરીવારને આર્થિક સહાય કરવા માટે મોરબી સિરામીક એસોસિએશન તેમજ શૈક્ષણિક સંગઠનો, મોરબી જીલ્લાના તેમજ અન્ય જીલ્લાના ઔધોગીક , સામાજીક અને શૈક્ષણીક સંગઠનો દ્વારા જે પણ ધનરાશી એકઠી થઇ હોય તે ધનરાશી નક્કી કર્યા મુજબ શહિદોના પરીવારોને મોરબી બોલાવીને રૂબરૂ આપવાની છે ત્યારે આગામી તા.૩૧ જુલાઇના રોજ બપોરે ૧.૩૦ થી ૩.૩૦ વાગ્યા સુધી મોરબી સિરામીક એસોશોએશન, રીયલ પ્લાઝા, પહેલા માળે, હોટલ ગ્રાન્ડ વર્ધમાનની બાજુમા એક મીટીગનુ આયોજન કરેલ છે જેમા અધ્યક્ષ સ્થાને ઓલ ઇન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના પ્રમુખ એમ.એસ. બીટ્ટાસીંગ હાજર રહેવાના છે. આ કાર્યક્રમનો હેતુ આગોતરું આયોજન કરવાનો છે કે શહિદોના પરીવારોને લાવવા લઇ જવા તેમજ અન્ય વ્યવસ્થા, સ્થળ વગેરે નક્કી કરવાનુ છે. ત્યારે આ પુર્વ આયોજનની મીટીગમાં મોરબી જીલ્લાના સંગઠનો કે જેઓએ પુલવામા આંતકી હુમલાના શહીદોના પરિવાર માટે ફાળો એકઠો કર્યો હોય અને પહોંચાડવાનો બાકી હોય તેઓને આ કાર્યક્રમમાં જોડાવવા અપીલ છે. મોરબી જીલ્લા કે અન્ય જીલ્લાની કોઈ પણ સંસ્થા, વ્યકિત કે જેમને એકઠી કરેલ ધનરાશી શહીદોના પરિજનોને અર્પણ કરવાની બાકી હોય તેઓને પણ આ ધનરાશી રૂબરૂ અર્પણ કરવા માટે જે કાર્યક્રમ નક્કી કરવાનો છે તેમાં જોડાવવા મોરબી સિરામીક એસોસિએશનના મો. નં 97275 70850 પર સંસ્થા -વ્યકિતનુ નામ ધનરાશીની વિગત અને તા. ૩૧ જુલાઇના રોજ હાજરી આપવા માટે વિગતો લખાવી આપવા આયોજકોએ અપીલ કરી છે. આ કાર્યક્રમ માત્ર મોરબી સિરામીક એસોસિએશન પુરતો સીમીત નથી પરંતુ મોરબી જીલ્લા તેમજ અન્ય જીલ્લાના લોકો પણ આમાં જોડાઇ શકે છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne