મોરબી : મોરબી જિલ્લામાં પ્રથમ વખત વરસાદી માહોલ સર્જાયો છે. અને મેઘરાજાનું આગમન થયું છે. જો કે તેમ છતાં હજુ અપેક્ષા મુજબ વરસાદ પડ્યો નથી. સરકારી આંકડા મુજબ બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં મોરબી અને વાંકાનેરમાં વધુ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સોમવારે મોરબી જિલ્લામાં વાંકાનેર પંથકમાં ઉપરવાસમાં મેઘરાજા મહેરબાન થયા છે. વાંકાનેર સિવાય જિલ્લામાં હજુ અપેક્ષા મુજબ વરસાદ નોંધાયો નથી. આજે સોમવારે સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં મોરબીમાં 6 મિમી, વાંકાનેર 25 મિમી, હળવદ 11 મિમી, માળીયા મિયાણાં 3 અને ટંકારામાં 4 મિમી નોંધાયો હતો. અને ત્યારબાદ બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ 13 મિમી, વાંકાનેર 13 મિમી, હળવદ 00 મિમી, માળીયા મિયાણાં 00 અને ટંકારામાં 07 મિમી નોંધાયો હતો. જોકે હજુ મોરબી જિલ્લામાં અપેક્ષા મુજબ સારો વરસાદ નોંધાયો નથી. તેથી લોકો અને ખાસ ખેડૂતો સારા વરસાદની પ્રાર્થના કરી રહ્યા છે. જ્યારે આજે વાંકાનેરના ઉપરવાસમાં સારા વરસાદના પગલે મચ્છુ 1 ડેમમાં એક ફૂટ અને ટંકારાના ડેમી 1 ડેમમાં 9 ફૂટ નવા પાણીની આવક નોંધાઇ હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne