પરિવાર બહારગામ ગયો અને પાછળથી તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના એક બંધ મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.98 હજારની માલમતા ચોરી કરી ગયા હતો.આ મકાનમાં રહેતો પરિવાર બહારગામ ગયો અને પાછળથી તસ્કરોએ તેમનું ઘર સાફ કરી નાખ્યું હતું. એ ડિવિઝન પોલીસે આ ચોરીના બનાવની ફરિયાદ નોંધીને રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા દીક્ષિતભાઈ રમેશભાઈ રાઠોડ તેમના પરિવાર સાથે ગતત્ત.26થી તા.28 સુધી બહારગામ ગયા હતા અને પાછળથી તેમના બધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ તેમના મકાનના તાળા તોડીને અંદર પ્રવેશી મકાનમાંથી સોનાની વીંટી નંગ-4, સોનાની બંગડી-2, સોનાનો પેડલ સેટ, ચાંદીના સાંકડા, એક મોબાઈલ મળીને કુલ રૂ.98 હજારનો મુદામાલની ચોરી કરી ગયા હતા.ત્યારબાદ દીક્ષિતભાઈ રાઠોડને તેમના ઘરમાં ચોરી થયાનું માલુમ પડતા તેમણે આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.એ ડિવિઝન પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને તસ્કરોનું પગેરું મેળવવા તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne