બનાવ હત્યામાં પલટાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં ભાઈને વિકલાંગ કહેવા બાબતે મારામારી થઇ હતી. જેમાં એક યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો. જે મામલે મોરબી બી. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો છે. બનાવની વિગતો પ્રમાણે મોરબીના ત્રાજપર રામજી મંદિર નજીક રહેતા સોમીબેન ધોધાભાઈ વરાણીયાએ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી સોમીબેનના દીકરા ઈજા પામનાર સાહેદ શંકરભાઈ ધોધાભાઈ વરાણીયા (ઉ.૩૦) વાળાએ આરોપી જયેશભાઈ જીવનભાઈ અદગામાના ભાઈ ખોડાભાઈ જીવનભાઈ કે જેઓ અપંગ હોય તેઓની મશ્કરી કરતા આરોપી જયેશભાઈ જીવનભાઈ અદગામા, પ્રવીણભાઈ ઉર્ફે જગમાલભાઈ અદગામાને માઠું લાગતા બંને આરોપીઓએ સાહેદ ઈજા પામનાર શંકરને કહેલ કે મારાભાઈને કેમ હેરાન કરે છે. તેમ કહી ગાળો આપી લાકડાના ધોકા તથા લોખંડના પાઈપ વડે આડેધડ માથામાં તથા શરીરે માર મારી માથામાં જીવલેણ ઈજા કરી હતી. આ બનાવની ફરિયાદ સોમીબેને બી. ડીવીઝન પોલીસમાં નોંધાવી હતી. ઈજાગ્રસ્ત શંકરને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું. જેથી આ બનાવ હત્યામાં પલટાયો છે. મોરબી બી. ડીવીઝન પોલીસે આ અંગે ગુન્હો નોંધ્યો છે જેની વધુ તપાસ પી.આઈ. આઈ.એમ.કોંઢિયા ચલાવી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne