મોરબી : મોરબીમાં નરસંગ ટેકરી મંદિર, રવાપર રોડ ખાતે તારીખ 6ને મંગળવારે કૃષ્ણાયન દેશી ગૌરક્ષા શાળા દ્વારા નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પનું આયોજન સવારે 9:00 થી 12:00 અને સાંજે 3:00 થી 7:00 સુધી કરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે આ ગૌશાળામાં માંદી લાચાર અંધ વૃદ્ધ તથા કસાઈથી બચાવી સેવા કરતી તથા નંદી વગેરે અસહાયકોની સેવા કરતી ઉત્તરાખંડની એકમાત્ર ગૌરક્ષા શાળા છે. જેના લાભાર્થે જાનવી યોગ અને આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા ફ્રી રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં ચામડીના રોગો જેવા કે સોર્યાસીશ, જૂનું ખરજવું, જૂનું દાદર, સાંધાના દુખાવા, ઢીચણનો દુખાવો, કમરનો દુખાવો, હાથી પગા, ગેગરિંગ, વેરિકોઝવેન(નસમા સુજન), નપુંસકતા, અસાધ્ય સ્ત્રી રોગ, વાળની સમસ્યાઓ, CP ચાઈલ્ડ(અવિકસિત બાળક), DMD માંસ પેસીઓનો રોગ, પાતળાપણું, મોટાપો, કરોડરજ્જુમાં મણકાની ગાદી ઘસાઈ જવી, હૃદયની નસોમાં બ્લોકેજ, અનિંદ્રા જેવા અનેક અસાધ્ય રોગોનો ઈલાજ કરવામાં આવશે. વધુ માહિતી માટે કેશવજીભાઈ ઠોરિયા (મો.ન. 9712399990)નો સંપર્ક સાધવા જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne