અંદાજે 2.25 લાખ ચો.મી જમીનનું સંપાદન કરવા અગાઉ પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામું ભૂલ ભરેલું હોવાથી તેને રદ કરી નખાયું, હવે ફરી નવું જાહેરનામું બહાર પડાશે વાંકાનેર : હાલ રેલવેના ડબલ ટ્રેકનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે વાંકાનેરની હદમાં રેલવે ટ્રેક માટે હજુ 12 ગામોની જમીન સંપાદન કરવાની પણ બાકી છે. અગાઉ અંદાજે 2.25 લાખ ચો.મી. જમીનનું સંપાદન કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ. પરંતુ આ જાહેરનામું ભૂલ ભરેલું હોય તેને રદ કરી નાખવામાં આવ્યું હતું. હવે આગામી સમયમાં બીજું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. હાલ રેલવેનો વધતો ટ્રાફિક ધ્યાને લઈને પરિવહન વ્યવસ્થા સરળ બનાવવા માટે રેલવે દ્વારા અમદાવાદ થી ઓખા સુધી બ્રોડગેજના ડબલ ટ્રેકનું કામ હાથ ધર્યું છે. આ કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન વાંકાનેરની હદમાં હજુ રેલવેને જમીન પણ ન મળી હોવાનું ધ્યાને આવ્યું છે. રેલવે ટ્રેક માટે વાંકાનેર તાલુકાના 12 ગામોની જમીનના સંપાદન અર્થે અગાઉ દોઢેક વર્ષ પૂર્વે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પરંતુ આ જાહેરનામું ભૂલ ભરેલું હોય તેને બાદમાં રદ કરવામાં આવ્યું હતું. આમ દોઢ વર્ષના વિલંબ બાદ હવે નવેસરથી જમીન સંપાદન માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વાંકાનેર તાલુકાના દલડી, બીધલિયા, ગોકળથંભા, લુણસરિયા, ગમલપર, વાંકાનેર શહેર, ચંદ્રપર, અમરસર, સિંધાવદર, કણકોટ અને જૂની તલાવડી મળી કુલ 12 ગામોની અંદાજે 2,25,021 ચો.મી. ખાનગી જમીનની બ્રોડગેજના ડબલ ટ્રેકના કામ માટે જરૂર પડે તેમ છે. માટે આ જમીનના સંપાદન માટે છેલ્લા 1 વર્ષમા ત્રણ વખત રેલવે સાથે બેઠક પણ યોજાઈ છે. તેમ છતાં આ કામમાં વિલંબ થઈ રહ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne