એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ગૃહમંત્રીને મોરબી દશનામ ગોસ્વામી સમાજે રૂબરૂ રજુઆત કરી : કાલે સોમવારે એસ.પી.ને આવેદન આપશે મોરબી : વાંકાનેરની સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેનડેન્ટ ડો.જયદીપ ગોસાઈ પર સામાન્ય બાબતે ભાજપ અગ્રણી જીતુભાઇ સોમાણીએ હુમલો કર્યાની ઘટનાના ગોસ્વામી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.આજે મોરબી દશનામ ગોસ્વામી સમાજે ગૃહમંત્રીને રૂબરૂ રજુઆત કરી તબીબ પર હુમલો કરનાર ભાજપ અગ્રણી સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે .તેમજ દશનામ ગોસ્વામી સમાજ આવતીકાલે સોમવારે આ ઘટનાના વિરોધમાં એસ.પી.ને આવેદન આપશે. મોરબી દશનામ ગોસ્વામી સમાજે આજે એક કાર્યક્રમમાં હાજરી આપવા મોરબી આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ આવેદન આપી વાંકાનેરના તબીબ પર હુંમલો કરવાની ઘટના સંદર્ભે ઉગ્ર રજુઆત કરી હતી.આવેદનમાં જણાવ્યું હતું કે, વાંકાનેરની સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રીટેનડેન્ટ ડો.જયદીપ ગોસાઈ પર થોડા દિવસો અગાઉ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના અગ્રણી જીતુભાઇ સોમાણીએ સામાન્ય બાબતમાં ગુસ્સે ભરાઈને હીંચકારો હુમલો કર્યો હતો.આ ડોકટર પરના હુમલાથી દશનામ ગોસ્વામી સમાજ લાલઘૂમ થઈ ગયો છે અને આ બનાવની કડક શબ્દોમાં આલોચના કરીને ઉગ્ર વિરોધ કર્યો છે. દશનામ ગોસ્વામી સમાજે ગૃહમંત્રીને રજુઆત્મા ઉમેયું હતું કે,ડો.જયદીપ ગોસાઈ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.દર્દીઓનેની સેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.બનાવના દિવસે નિયમ મુજબ કામગીરી કરતા હોવા છતાં આ ડોકટર પર ભાજપ અગ્રણીએ હુમલો કરીને ભયનું વાતાવરણ ઉભું કર્યું છે.જોકે અગાઉ અનેક વખત દશનામ ગોસ્વામી સમાજના લોકો પર આવા બનાવો બન્યા હોવાનું જણાવીને ફરી વખત આવા બનાવો ન બને તે માટે વાંકાનેરના તબીબ પર હુમલો કરનાર ભાજપ અગ્રણી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.ગૃહમંત્રીએ તેમની રજુઆત સાંભળીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.આ ઉપરાંત મોરબી દશનામ ગોસ્વામી સમાજના લોકો કાલે સોમવારે નટરાજ ફાટક પાસે એકઠા થઈને એસપી કચેરીએ જઈને એસપીને આવેદનપત્ર આપશે.