વાંકાનેર : વાંકાનેરની સરકારી હોસ્પિટલના તબીબ પર ભાજપ અગ્રણીએ ફડાકા ઝીકીને હુમલો કર્યોની ઘટનાના મોરબીના ગોસ્વામી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.મોરબીના ગોસ્વામી સમાજે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીને વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ વાંકાનેરના તબીબ પર હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. વાંકાનેરની સરકારી હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટ ડો.જયદીપ મનસુખપરી ગોસાઈને ગઈકાલે સામાન્ય બાબતમાં વાંકાનેર પાલિકાના પૂર્વ નગરપતિ અને ભાજપના અગ્રણી જીતુભાઇ સોમાણીએ ફડાકા ઝીકીને હુમલો કર્યો હતો. બાદમાં તબીબે આ બનાવ મામલે ભાજપ અગ્રણી સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વાંકાનેરની સરકારી હોસ્પિટલના તબીબ પર હુમલાની ઘટનાના મોરબીના ગોસ્વામી સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે.જેમાં મોરબી ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી ઘેલુંગીરી તેમજ કારોબારી સભ્યો અને મોરબી યુવક મંડળના પ્રમુખ અમિતગીરી ગુણવંતગિરી તેમજ તેજશગિરી સહિતના સભ્યોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો.અને હુમલાખોર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.બીજીતરફ વાંકાનેરના તબીબ પર હુમલાની ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.જેમાં ભાજપ અગ્રણી તબીબ પર હુમલો કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne