મોરબી : વન મહોત્સવ 2019 અંતર્ગત વૃક્ષો પ્રત્યે વિદ્યાર્થીઓમાં સજાગતા આવે અને પર્યાવરણના જતનનું મહત્વ સમજાય એ હેતુથી શાળાઓમાં વૃક્ષારોપણ અને છોડ વિતરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યકમ અંતર્ગત ભૂત કોટડા પ્રાથમિક શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ ગામના સરપંચ હિતેશભાઈ નમેરાના હસ્તે શાળામાં અને ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો અને બાળકોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષ વાવીને તેમને ઉછેરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. એક બાળ- એક ઝાડ અંતર્ગત શાળાના તમામ વિદ્યાર્થીઓને એક એક રોપાનું વિતરણ પણ કરાયું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne