ફાળો એકત્રિત કરી વૃક્ષોનું કરાશે જીવની જેમ જતન મોરબી : વરસાદની સિઝન હજુ મોરબી જિલ્લામાં જોઈએ એવી જામી નથી. આમ છતાં આ વર્ષે અમુક તાલુકાઓમાં ખાસ કરીને મોરબી અને ટંકારા વિસ્તારમાં નાગરિકો અને ઉધોગકારો દ્વારા સઘન વૃક્ષારોપણ થઈ રહ્યું છે. આ સ્વૈછીક અભિયાન અંતર્ગત નાની વાવડીના ગ્રામજનો દ્વારા 300 વૃક્ષો વાવવામાં આવ્યા છે. વાવડી-પંચાસર રોડ પર 33 ફૂટની સડકની બન્ને બાજુ આશરે 300 વૃક્ષોની હરિયાળી ઉભી કરવા માટે ગ્રામજનોએ 6 વ્યક્તિઓની એક કમિટીનું ગઠન કર્યું છે. આ અભિયાનમાં નાની વાવડી ગ્રામપંચાયત તરફથી એક જે.સી.બી. ફાળવાયું હતું. જેના દ્વારા રોડની બન્ને તરફ ઊગી નીકળેલા બાવળ અને અન્ય કચરો સાફ કરી જમીન સમથળ બનાવીને આ વૃક્ષો વવાયા છે. ગ્રામજનો દ્વારા 2 ટ્રેકટર ઉપલબદ્ધ કરાવાયા હતા. વાવેલા વૃક્ષોની જાળવણી માટે એક્ઝોટિકા સીરામીક તરફથી 60, ગીરીશભાઈ પડસુંગીયા તરફથી 60, દેવ ફનવર્લ્ડ તરફથી 60 લાકડાના પાંજરા ઉપલબદ્ધ કરાવાયા છે. જ્યારે 33 નંગ લોખંડના પાંજરા ગામના બાબભા ઝાલા તરફથી મળ્યા છે. આ ઉપરાંત નારણભાઇ પડસુંગીયા તરફથી 10 હજાર રૂપિયા, રાજેશભાઇ પડસુંગીયા તરફથી 5 હજાર રૂપિયા અને કરમશીભાઈ દેવરાજભાઈ તરફથી 5 હજાર રૂપિયાનું અનુદાન આ કાર્ય માટે મળ્યું છે. વાવેલા વૃક્ષોમાં દેશી ખાતર નાખવામાં આવ્યું છે. કમિટીના મેમ્બરો નારણભાઇ પડસુંગીયા, રાજેશભાઇ પડસુંગીયા, બાલજીભાઈ પડસુંગીયા, ચકુભાઈ રૂપાલા, ખીમજીભાઈ સનાળિયા અને બાબભા ઝાલાએ આ તમામ વૃક્ષો ઉજરી ન જાય ત્યાં સુધી ઓછામાં ઓછા ત્રણ વરસ વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ કર્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne