ઢાંકણું ગમે ત્યારે તૂટી પડે એવી સ્થિતિમાં : અકસ્માતની ભીતિ મોરબી : મોરબીની કલેક્ટર કચેરી સામેની ભૂગર્ભ ગટરનું ઢાંકણું અત્યંત જર્જરિત હાલતમાં છે. આ રસ્તો સતત અવરજવર વાળો હોવાથી સ્થાનિકો વહેલી તકે આ ગટરનું ઢાંકણું રીપેર કરાવવાની માંગણી કરી રહ્યા છે. મોરબીની કલેક્ટર કચેરી સામે એક ભૂગર્ભ ગટર છે, તેનું ઢાંકણું હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં છે. ગમે ત્યારે આ ઢાંકણું તૂટી જાય તેવી પરિસ્થિતિ છે. આ રસ્તો સતત અવરજવર વાળો રસ્તો છે. આ ગટરના ઢાકણાંની હાલત એવી છે, કે જો નાના વાહનો એના પરથી પસાર થાય તો અંદર ખાબકે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે આ ગટરની આસપાસ બે મોટા પથ્થર મુકવામા આવ્યા છે, પણ એનાથી અકસ્માતની ભીતિ ટળી જતી નથી. આ રોડ પર સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પણ દરરોજ અવરજવર કરે છે, ત્યારે લોકોના મનમાં એવો સવાલ ઉદ્ભવે છે, કે અધિકારીઓ, કે જે દરરોજ આ રસ્તા પરથી પસાર થાય છે, તેમને આવડું મોટું જોખમ નહીં દેખાતું હોય? અને કલેક્ટર કચેરીની સામેની જ ભૂગર્ભ ગટરની આટલી જર્જરિત હાલત છે, તો શહેરમાં તો શું કામ થશે એવી શંકા પણ સેવાઈ રહી છે. આથી વહેલી તકે આ ઢાંકણું રીપેર કરાવાય એવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne