મોરબી : મોરબીના લેકસીકોન સિરામિક પ્રાઇવેટ લિમિટેડ, ઉંચીમાંડલ ખાતે આજરોજ 260 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા આ વૃક્ષોનું જતન કરવાની જવાબદારી પણ લેવામાં આવી હતી. મોરબીના લેક્સિકોન સીરામીક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ફેક્ટરીમાં 260 વૃક્ષોનું વાવેતર આજરોજ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ ૩૦૦વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું હતુ પ્રકૃતિ દિવ્ય પંચતત્વની બનેલી છે આકાશ, પૃથ્વી, જલ, વાયુ અને અગ્નિ. પૃથ્વી ઉપર સતત દિવસેને દિવસે માનવ વસ્તીમાં વધારો થવાના કારણે જમીનો પર વૃક્ષોનું નિકંદન સતત વધી રહ્યું છે. જેથી વાતાવરણમાં શુદ્ધ હવાનુ પ્રમાણ ઘટતું ગયું છે અને રોગોનું પ્રમાણ વધતું ગયું છે તેને સંતુલન કરવા વૃક્ષોનું ખૂબ જ મહત્વ રહેલ છે. માટે વૃક્ષારોપણ માનવજીવનની સાંસ્કૃતિક જવાબદારી પણ બની રહે છે. વૃક્ષારોપણથી જીવન સુખી અને સંતુલિત બની રહે છે. આજે વૃક્ષારોપણ નિમિત્તે વિશેષ વાત એ છે કે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારી ગણ અને કારીગરો દ્વારા આ વૃક્ષોને પાણી પાઈ અને તેનું જતન કરવાની જવાબદારી લીધી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne