મોરબી : સંજીવની ક્લિનિક દ્વારા આગામી 30 જુલાઈને મંગળવારે રવાપર ખાતે ફ્રી નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 30 જુલાઈને મંગળવારે બાલાજી કોમ્પ્લેક્સ, મહાબલી હનુમાનજીના મંદિરની બાજુમાં, રવાપર ધૂનડા રોડ, રવાપર સ્થિત સંજીવની ક્લિનિકમાં સર્વ રોગ નિદાન તેમજ સારવાર કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં બાળકો તેમજ મહિલાઓના જનરલ રોગ, સાંધાના દુઃખાવા, વા, સાયટીકા, દુર્બળ શરીરની સારવાર, ચામડીના તમામ પ્રકારના રોગ, ખરતા વાળની સમસ્યા, ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા, સગર્ભા મહિલાઓ માટેની સારવાર, ગર્ભસંસ્કારનું માર્ગદર્શન, બાળકોની યાદ શક્તિ વધારવા માટે નિઃશુલ્ક ટીપાં પીવડાવવા જેવી તમામ પ્રકારની સારવાર ઉપલબદ્ધ કરાવાઈ છે. આ કેમ્પનો લાભ લેવા આયોજકો તરફથી લોકોને અપીલ કરાઈ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne