બે નવા કલાસરૂમને સ્માર્ટ કલાસ બનાવી કોમ્પ્યુટર સહિત લોકાર્પણ કરાયું મોરબી : નેસડા (ખા.) પ્રાથમિક શાળામાં આજે તારીખ ૨૬/૭/૨૦૧૯ને શુક્રવારે વનમહોત્સવ 2019 અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેનું સૂત્ર 'એક બાળ એક ઝાડ' રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને માનવ જીવનમાં વૃક્ષની મહત્તા વિશે સમજણ આપી હતી. સવારે ૧૧:૦૦ વાગ્યે નેસડા(ખા) પ્રાથમિક શાળા ખાતે આયોજિત વૃક્ષારોપણના આ કાર્યક્રમ દરમ્યાન ગ્રામપંચાયત નેસડા (ખા.)ના સહયોગથી શાળામાં 2 કોમ્પ્યુટર સેટ પ્રોજેક્ટર સાથે અનુદાન કરાયા હતા. બે નવા કલાસ રૂમને સ્માર્ટ કલાસ તરીકે વિકસવાયા છે. આ બે ક્લાસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં વાલીઓ તેમજ ગામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બદલ નેસડા (ખા.)પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફગણે સહુનો આભાર વ્યક્ત કર્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne