મોરબી એશોસિયેશન ઓફ પિડીયાટ્રીક્સના સેક્રેટરી ડો.મનિષ સનારીયા દ્વારા માર્ગદર્શન અપાયું મોરબી : મોરબી શનાળા રોડ સ્થિત ન્યુ એરા ગ્લોબલ કીડ્સ સ્કુલ ખાતે આજ રોજ તારીખ 26ને શુક્રવારે પેરેન્ટ્સ મિટીંગ યોજવામાં આવી હતી. જેમા મોરબીના જાણીતા તબીબ ડો.મનિષ સનારીયા દ્વારા માતાઓને આગામી સમયમાં યોજાનાર આદર્શ માતા કસોટી-2019 અંગે માર્ગદર્શન તેમજ માહીતી આપવામાં આવી હતી. મોરબીની ન્યુ એરા ગ્લોબલ કિડ્સ સ્કૂલ ખાતે આદર્શ માતા કસોટી અંતર્ગત પેરેન્ટ્સ મિટિંગ યોજાઈ હતી, જેમાં ડો.મનિષ સનારીયા દ્વારા કસોટી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળ ઉછેરને લગતી વિવિધ બાબતો, બાળકોના શારીરીક-માનસિક વિકાસ તેમજ બાળકની કુટેવો દુર કઈ રીતે કરવી અને સુટેવો કેવી રીતે વિકસાવવી ઉપરાંત તાજેતરમાં મોરબીના પ્રબુધ્ધ નાગરિકો દ્વારા ક્લીન મોરબી-ગ્રીન મોરબી ઝુંબેશ અંગે માહીતી આપવામાં આવી હતી. ડો.મનિષ સનારીયાએ તેમને આ સેમિનારમાં આપવામાં આવેલ તક બદલ સંસ્થાના હાર્દીકભાઈ પાડલીયા, પૂજાબેન પાડલીયા, શ્રધ્ધાબેન પંચમતીયા સહીતના તમામ સ્ટાફ ઉપરાંત દરેક વાલીનો આભાર વ્યક્ત કર્યો હતો તેમ સામાજીક આગેવાન નિર્મિત કક્કડે યાદીમા જણાવ્યુ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne