વિદ્યાર્થીનીઓએ શહીદોના માતા પિતાને બહાદુરીને બિરદાવતા પત્રો લખ્યા મોરબી : મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં આજરોજ તારીખ 26ને શુક્રવારે 'કારગિલ વિજય દિવસ' ની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજની વિદ્યાર્થીનીઓએ શહીદોના માતા પિતાને તેમની બહાદુરીને બિરદાવતા તેમજ સહાનુભૂતિ પાઠવતા પત્રો લખ્યા હતા. મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં આજે 'કારગિલ વિજય દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. કારગિલ યુદ્ધમાં ન જાણે કેટલા માતા પિતાઓએ પોતાના દીકરા ખોયા હતા, કેટલી સ્ત્રીઓ વિધવા થઇ હતી અને ઘણા નાના નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ દિવસે ભારતે પાકિસ્તાન દ્વારા કબ્જે કરાયેલી ચોકીઓને જીતવામાં આવી હતી અને પાકિસ્તાનના ધ્વજને ત્યાંથી ઉતારી લેવામાં આવ્યો હતો. આ દિવસને ભારતમાં 'કારગિલ વિજય દિવસ'ના નામથી ઉજવવામાં આવે છે. આ દિવસે કોલેજની વિદ્યાર્થીનીઓએ કારગિલમાં શહીદ થનાર જવાનોના માતા પિતાને તેમની બહાદુરીને બિરદાવતા તથા સહાનુભૂતિ પાઠવતા પત્રો લખ્યા હતા. સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા, પ્રિન્સિપાલ ડો. વરૂણ ભીલા અને કોલેજની સોશિયલ એક્ટીવીટી ક્લબના સભ્યો પણ આ અભિયાનમાં જોડાયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne