વાંકાનેર : વાંકાનેરમાં ગેરકાયદે ડીઝલનું સપ્લાય કરવાનું કારસ્તાનને જોઈ જતા યુવાનને એક શખ્સે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા અમિતભાઇ જેન્તીભાઈ માકડીયા ઉ.વ.45એ વાંકાનેરના મનોજસિંહ ઝાલા સામે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે,ગતત્ત.6 જુનના રોજ આરોપી પોતાની શિવશક્તિ પેટ્રોલિયમની ગાડી જી.જે.4738માં ગેરકાયદે ડિઝલનું સપ્લાય કોઈ કરખાનામાં કરવા માટે જતી હોવાથી ફરિયાદીએ તેનો પીછો કર્યો હતો.આથી આ બાબતનો ખાર રાખીને આરોપીઓ ફરિયાદીને ફોનમાં ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne