30 ટકાના ઉંચા વ્યાજે નાણાં ધીરીને દસ ગણા પૈસાની માંગણી : ભોગ બનેલા વ્યક્તિને મારી નાખવાની ધમકી આપી હળવદ : હળવદમાં વિજયભાઈ રબારી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે, કે તેમણે 30% ના ઉંચા વ્યાજદર પર હસમુખભાઈ ગણેશીયાને 32 હજાર રૂપિયા ધીર્યા હતા, જેની સામે હસમુખભાઈએ 50 હજાર ચૂકવી દીધા હોવા છતાં વિજયભાઈ ત્રણ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે ઘણી વાર લોકોએ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું હોય એવા બનાવો અવારનવાર સામે આવતા હોય છે. તેમ છતાં આ વ્યાજખોરી અટકતી નથી. તાજેતરમાં હળવદના કુંભાર દરવાજા પાસે રહેતા હસમુખભાઈએ એવી ફરિયાદ નોંધાવી છે, કે હળવદના બસ સ્ટેન્ડ પાસે રહેતા વિજયભાઈ રબારી પાસેથી તેઓએ જે તે સમયે 30 ટકાના ઉંચા વ્યાજે 32 હજાર રૂપિયા લીધા હતા, જેની સામે હાલમાં તેઓએ 50 હજાર જેટલી રકમ ચૂકવી દીધી છે. તેમ છતાં વિજયભાઈ દ્વારા હસમુખભાઈ પાસેથી વધુ ત્રણ લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે અને તેઓના ઘરે જઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. હસમુખભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.એન. બાવળીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne