મોરબી : તાજેતરમાં યોજાયેલી અંડર-૧૯ ખો-ખો સ્પર્ધામાં સાર્થક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરતા તેમની પસંદગી રાજ્ય કક્ષાએ થઇ છે. રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ-ગાંધીનગર તેમજ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા અંડર-૧૯ ખો-ખો સ્પર્ધામાં સાર્થકના ખેલાડીઓએ જિલ્લામાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ ત્રણ ખેલાડીઓ પસંદગી થઈ છે. તેમજ સાર્થકના વ્યાયામ શિક્ષક શૈલેષભાઇ પરમારે જણાવ્યું હતું કે પસંદગી થયેલ ખેલાડીઓ રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનુ નેતૃત્વ કરશે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ સાર્થક પરિવાર તેમજ સંસ્થાના પ્રમુખ કિશોરભાઈ શુક્લએ તમામને અભિનંદન પાઠવ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne