મોરબી : મોરબી એલસીબી સ્ટાફે બાતમીના આધારે સામાકાંઠે આવેલ રહેણાંક મકાનમાંથી 16 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ બનાવની મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગઈકાલે એલસીબી પોલીસ સ્ટાફે બાતમીના આધારે સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ પરની વણીયા સોસાયટીના રહેણાંક મકાનમાં છાપો મારીને 16 બોટલ વહીસ્કી દારૂ સાથે મૂળજીભાઈ રાજાભાઈ ભુરિયાને ઝડપી લીધો હતો. આ દારૂના પ્રકરણમાં વનરાજસિંહ ગોહિલનું નામ ખુલતા પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne