મોરબી : મોબાઈલ પર કોલ કરી યેનકેન પ્રકારે બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી ખાતામાંથી પૈસા ઉપાડતી બે અલગ અલગ ગેંગનો શિકાર બનેલા મોરબીના બે નાગરિકોના આંશિક રૂપિયા મોરબી જિલ્લા એલ.સી.બીએ સાયબર સેલનો ઉપીયોગ કરી પરત ખાતામાં જમા કરાવ્યા હતા. મોરબીના વાવડી રોડ પાસે રહેતા પાયલબેન કંજારીયાના બેન્ક એકાઉન્ટમાંથી ગત તારીખ 3 જુલાઈના રોજ ફ્રોડ કોલને આધારે એ.ટી.એમની તમામ વિગતો મેળવીને કુલ 65,430 રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા. આ જ રીતે વિરલભાઈ પાનેરિયાના ક્રેડિટકાર્ડની વિગતો મેળવીને 41,553 રૂપિયા ઓન લાઈન ટ્રાન્સફર કરી ઉપાડી લેવાયા હતા. ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બનનાર બન્નેએ આ બાબતની બેંકમાં જાણ કરતા કોઈ નિરાકરણ આવ્યું ન હતું. આથી બન્નેએ પોલીસમાં આ અંગે ફરિયાદ કરતા બનાવનો અભ્યાસ કરી તમામ ટ્રાન્જેક્શન વિશે બારીક માહિતી મેળવી ત્યારે જાણમાં આવ્યું હતું કે સદરહુ રૂપિયા અનુક્રમે ઓલાકેબ તથા મોબીકવિક નામનાં વોલેટમાં ટ્રાન્ફર થયા હતા. આથી એલ.સી.બીની ટેક્નિકલ ટિમ દ્વારા ઉપરોક્ત બંને વોલેટ ડેબિટ એકાઉન્ટ ફ્રિજ કરાવી જરૂરી ટેક્નોલોજીનો ઉપીયોગ કરી જરૂરી કાર્યવાહીના અંતે ફ્રોડમાં ગયેલ રકમ પૈકી પાયલબેનના એકાઉન્ટમાં 8000 રૂપિયા તથા વિરલકુમારના એકાઉન્ટમાં 10093 રૂપિયા પરત મેળવવામાં સફળ થયા હતા. આ કામગીરીમાં એલ.સી.બીની ટેક્નિકલ સેલના પો.સબ.ઇન્સ. એ.ડી.જાડેજા, પો.હેડ.કોન્સ. સંજયકુમાર પટેલ, પો.હેડ.કોન્સ રજનીકાંત કૈલા તથા પો.કોન્સ અશોકસિંહ ચુડાસમા રોકાયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne