ગઈકાલે લાખોના સિમેન્ટની ઠગાઈ કરવાના ગુના ઝડપાયેલા ચીટરે વધુ એક સિમેન્ટના વેપારીને લાખોનો ચુનો ચોપડ્યો મોરબી. : મોરબીમાં બી ડિવિઝન પોલીસે ગઈકાલે લાખોના સિમિન્ટની છેતરપીંડી કરનાર શખ્સને ઝડપી લીધા બાદ તેની પૂછપરછમાં તેણે વધુ એક સિમેન્ટના વેપારી સાથે ઠગાઈ કર્યાનું બહાર આવ્યું છે. જેમાં સિમેન્ટના વેપારીને જુદાજુદા વ્યક્તિની ખોટી ઓળખ આપી પોતાને સાઈટમાં કામ ચાલતું હોવાનું જણાવીને આ આરોપીઓ સિમેન્ટનો જથ્થાબંધ માલ મંગવીને રૂ.14.93 લાખનો ધુંબો માર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રાની તળાવ શેરીમાં આવેલ શક્તિ મંદિર સામેની મેઈન બજાર પાસે રહેતા અને મોરબીના શનાળા રોડ પર આવેલ ભારત ચેમ્બર્સમાં ભુવનેશ્વરી એન્ટરપાઈઝ નામની પેઢી ધરાવતા આશીતભાઈ કિશોરભાઈ ત્રીકમાણી નામના વેપારીએ મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ ક્રિષ્નાપાર્કમાં રહેતા ગૌરાંગભાઈ હીરાભાઈ કાનગડએ રૂ.14.93 લાખની છેતરપીંડી કરી હોવાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી ગોરાગ કાનગડે જુદાજુદા ચાર મોબાઈલ નબરથી સિમેન્ટના વેપારીઓને ફોનમાં સર્પક કર્યો હતો. આરોપીએ મયુરભાઈ, ભાવિનભાઈ, શૈલેષભાઇ, કમલેશભાઈ એમ જુદાજુદા વ્યક્તિઓની પોતાની ખોટી ઓળખ આપીને પોતાની સાઇટ પર કામ ચાલતું હોવાથી સિમેન્ટની જરૂર હોવાનું જણાવી વેપારીને વિશ્વાસમાં લઈને તેમની પસેથી કટકે કટકે રૂ.15.93 લાખનો સિમેન્ટ મંગાવ્યો હતો. જેમાંથી આરોપીએ જે તે સમયે માત્ર રૂ.1 લાખનું પેમેન્ટ ચૂકવ્યું હતું અને બાકીનું રૂ.14.93 લાખનું પેમેન્ટ નહિ ચુકવીને છેતરપીંડી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બી ડિવિઝન પોલીસે એક સિમેન્ટના વેપારી સાથે લાખોની ઠગાઈ કરવાના ગુનામાં આરોપી ગૌરાંગ કાનગડને ઝડપી લીધા બાદ તેની પૂછપરછમાં એ ડિવિઝન વિસ્તારમાં વધુ એક સિમેન્ટના વેપારીને લાખોનો ચુનો ચોપડ્યો હોવાનું બહાર આવ્યું હતું. આથી એ ડિવિઝન પોલીસે સિમેન્ટના વેપારીની ફરિયાદના આધારે આ શખ્સ સામે ઠગાઈનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne