ગેરકાયદેસર ખનિજ વહન કરતી ગાડીઓને રોકી થતાં તોડ પાણી : સરકારી તિજોરીને નુકસાન ટોળકીના ખીચા ગરમ : મામલતદારની ખોટી ઓળખ આપી ટ્રક ડ્રાઇવરો પર રોફ જમાવે છે. વાંકાનેર : વાંકાનેર પંથક ગેરકાયદેસર ખનીજ ચોરીમાં મોરબી જિલ્લામાં અવ્વલ નંબરે છે જેમાં અવારનવાર સરકારી કર્મચારીઓ આ ગેરકાયદેસર ધંધામાં રહીમ દ્રષ્ટિ રાખી પોતાના ખિસ્સા ગરમ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાંથી ઘણી વખત ખનિજ ચોરી અંગે એસીબી ટ્રેપ પણ ગોઠવાય છે અને અધિકારીઓ ટ્રેપમાં આબાદ ઝડપાઈ પણ ગયા છે તેમ છતાં ખનીજચોરીના પૈસા લેવામાં અધિકારીઓ બિન્દાસ થઈ લઈ લે છે જાણે તેમને કાયદાનો કોઈ ડર જ નથી વાંકાનેર મામલતદાર કચેરીમાં હાલ કોઈ મામલતદારની નિમણૂક થયેલ ન હોય ઈન્ચાર્જ મામલતદારથી કામ થઈ રહ્યું છે કોઈ અધિકારીની સીધી દેખરેખ ન હોય મામલતદાર કચેરીના કર્મચારીઓની એક ટોળકી એટીવીટીની સરકારી ગાડી નંબર GJ 36 G 1915 લઈ બિન્દાસ હાઇવે પર ચેકિંગમાં નીકળે છે જેનો ઉદ્દેશ ગેરકાયદેસર ખનિજ વહન કરતાં ટ્રકો પકડી તેના ડ્રાઇવર ઉપર રોફ છાંટી અંદર ગાડીમાં મામલતદાર સાહેબ બેઠા છે જાવ તેને મળો તેમ કહી આ ટોળકી ગાડી માલિક સાથે વાત કરાવી ગાડીને ગેરકાયદેસર ખનિજ વહનનો દંડ કરી સરકારી તિજોરીને આવક કરવાને બદલે તોડ પાણી કરી પોતાના ખિસ્ચા ગરમ કરી રહ્યા છે. જો મોરબી જિલ્લા કલેકટર આ બાબતે યોગ્ય તપાસ કરાવે તો આ ટીણક ટોળકી જે મામલતદારના હોદ્દા નામે ખોટી ઓળખ આપી તોડ પાણી કરી રહ્યા છે તેનો પર્દાફાશ થશે અને આ ટોળકી કોના હુકમથી આ સરકારી ગાડી લઈ ફરી રહ્યા છે તેની તપાસ પણ જરૂરી બની છે.