હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે પોલીસે જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા.જ્યારે ચાર શખ્સો નાસી છૂટ્યા હતા.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશન પાસેથી મળતી વિગતો મુજબ હળવદ પોલીસે બાતમીના આધારે જુના દેવળીયા ગામની સીમમાં વાડીની ઓરડી પાસે જુગારની રેડ કરીને ત્યાં જુગાર રમતા જ્યંતીભાઈ મહાદેવભાઈ માકાસણા,રમેશભાઈ રવજીભાઈ વરમોરાને રૂ.16560ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે આરોપી હસમુખભાઈ રાજુભાઇ પટેલ,મહેશભાઈ હીરાભાઈ પટેલ, અનિલભાઈ પરસોતમભાઈ પટેલ અને રમેશભાઈ નાનજીભાઈ વેગળા નાસી છુંટયા હતા. હળવદ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne