સફાઈની નક્કર કામગીરી કરવા માટે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરીને હજુ તંત્ર ન સુધરે તો આગામી સમયમાં પાલિકાના તમામ સદસ્યોને ઘેરાવ કરવાની ચીમકી અપાઈ મોરબી : મોરબીને ઉકરડા મુક્ત કરવા માટે આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક સમયથી ખાસ તંત્રને ઢંઢોળવા માટે અભિયાન ચલાવી રહી છે.તેમ છતાં હમ નહિ સુધરેગેની માફક તંત્રએ આળસવૃત્તિ યથાવત રાખતા આમ આદમી પાર્ટીએ આંદોલન કરવાની ચીમકી આપી છે.ત્યારે ભર ઊંઘમાં રહેલા તંત્રને જગાડવા માટે આજે આપના હોદ્દેદારોએ પાલિકા પ્રમુખને આવેદન આપીને મોરબીને ઉકરડા મુક્ત કરવા માટે નક્કર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા દોઢ માસ થી મારૂ મોરબી ઉકરડા મુકત અભિયાન ચલાવાઈ રહ્યું છે. પરંતુ નિંભર તંત્ર હજુ સુધી ઊંઘમાં જ જણાતા આમ આદમી પાર્ટી દ્વારા આગામી 23 જુલાઈના રોજ ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચીમકી આપી છે. ત્યારે તંત્રને જગાડવા પાલિકા સદસ્યોના ઘેરાવ કરીને અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ તાજેતરમાં મોરબી સેનેટરી વિભાગના ચેરમેન અશોકભાઈને તેમના ઘર પર ઘેરાવ કરી આવેદન આવ્યું હતું અને આજે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરાને આવેદન આપી મોરબીમાં થી ઉકરડા નાબૂદ કરવા માટે અને દંડ જોગવાહીનો અમલ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. આપ શહેર પ્રમુખે હજુ તંત્ર નહીં જાગે તો મોરબી નગરપાલિકાના તમામ સદસ્યનો ઘેરાવ કરવાની ચીમકી આપી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne