મોરબી : રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 5 થી 25 વર્ષની વય સુધીના વિદ્યાર્થીઓ માટે આગામી તારીખ 28ને રવિવારે રાજકોટના આત્મીય યુનિવર્સીટી પરિસર ખાતે યોજાનાર છે. જેનો સમય સવારે 8:00 થી સાંજે 6:00 સુધીનો છે. ગુજરાતમાં પ્રથમ વખત યોગ મહાકુમ્ભ અંતર્ગત યુવા રન ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત રાજ્ય યોગ ચેમ્પિયનશિપનું આયોજન આગામી તારીખ 28ના રોજ કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ ઉમેદવારો જ ભાગ લઇ શકશે.આ સ્પર્ધામાં ઉમર મુજબ ગ્રુપ બનાવવામાં આવશે, જેમાં 10 વર્ષથી નીચે, 10 થી 15 વર્ષ, 15 થી 20 વર્ષ અને 20 થી 25 વર્ષ એમ એજગ્રુપ રહેશે. 25 વર્ષથી વધુ વયના લોકો આમ ભાગ લઇ શકશે નહીં. ટ્રાવેલિંગ ખર્ચ સ્પર્ધકે આપવાનો રહેશે. જિલ્લા કક્ષા બાદ રાજ્ય કક્ષાની સ્પર્ધા અમદાવાદ ખાતે યોજાશે. ઇજાની સંપૂર્ણ જવાબદારી સ્પર્ધકની રહેશે અને ટ્રાયલ આપવામાં આવશે નહીં. સ્પર્ધાના સ્થળે 7:30 એ પહોંચી જવાનું રહેશે. તમામ અધિકારો યુવા રન ફાઉન્ડેશનને આરક્ષિત છે, તેમનો નિર્ણય આખરી ગણવામાં આવશે. સ્પર્ધક માટે નાસ્તો અને ભોજન વ્યવસ્થા નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે. રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની સ્પર્ધા રાજકોટ ખાતે રખાઈ છે, પણ સ્પર્ધા જિલ્લા વાર અલગ અલગ યોજાશે.આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મોરબી જિલ્લાના 5 થી 25 વર્ષના તમામ વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne