ટંકારા શહેર- તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળની કલેકટરને રજુઆત ટંકારા : આવક, જાતિ અને EWS ના દાખલા માટે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. તેમાં પણ સોગંદનામું પરવડે તેમ ન હોય તેને દૂર કરવા ટંકારા શહેર- તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે. ટંકારા શહેર- તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્રારા કલેકટરને રજુઆતમા જણાવાયું છે કે આવક, જાતિ અને EWS ના દાખલા માટે સોગંદનામું ફરજિયાત છે. સોગંદનામું કરાવવા માટે જે ખર્ચ થાય છે તે સામાન્ય માણસને પરવડે તેમ નથી. તાજેતરમા સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે જિલ્લા સંકલન સમિતિમાં પ્રશ્ન રજૂ કર્યો હતો.જેથી ત્યાંના કલેકટરે આવક - જાતિના દાખલામાં સોગંદનામું દૂર કરવાનો નિર્ણય આપ્યો હતો. આ રીતે મોરબી જિલ્લામા પણ નિર્ણય લેવાય તેવી માંગ છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne