મહિના પહેલા તૈયાર થયેલો રોડ નામશેષ થયો : આને કહેવાય પ્રજાના પૈસાનુ પાણી : સુરદાસને પણ દેખાય એવો ભ્રષ્ટચાર ખુલ્લો થયો હડમતીયા : ટંકારાના હડમતિયા ગામે તાજેતરમાં જ થયેલ સી.સી. રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે. માત્ર એકાદ માસ પહેલા તૈયાર થયેલો સી.સી.રોડ અચાનક અદ્રશ્ય થઈ ગયો છે. ઠેર ઠેર જગ્યાએ રેતી, કપચી, કાંકરા નીકળી રહ્યા છે. ત્યારે રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટચાર કરીને પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થયું છે. ડામર રોડ કરતા સી.સી.રોડની મજબૂતાઈ અને આયુષ્ય વધારે હોય છે. આથી મોટા ભાગના ગામોમાં સી.સી.રોડ બનાવવાનું સરકારી લક્ષયાંક છે. પણ સરકારી બાબુઓની કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગતને કારણે આવા રોડ લાબું ટકતા નથી. પણ ટંકારના હડમતીયા ગામમાં એકાદ મહિના પહેલા જ તૈયાર થયેલો સી.સી.રોડ ગાડા માર્ગ જેવો થઈ જતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા છે. માત્ર અેક મહિના પહેલા જ તૈયાર થયેલ સી.સી. રોડ ચીથરે હાલ થઈ જઇ એમાંથી રેતી, કપચી ઉડવા લાગતા ગ્રામજનો વેધક સવાલો કરી રહ્યા છે. ટંકારાના હડમતિયા ગામમાં મેઈન બજારમા થોડા દિવસ પહેલા સી.સી રોડ તૈયાર થતો જોઈ ગ્રામજનો હરખાતા હતા. મેઈન બજારનો વિકાસપથ તૈયાર થઈ રહ્યો હોવાનું જોઈ ગ્રામજનોનાં મનમાં હરખની હેલી ઉઠી હતી. પણ જયારે ગ્રામજનો સ્વચ્છતા અભિયાન અંતર્ગત મેઈન બજારનો રોડ સાવરણા, પાવડાથી સાફ કરવા લાગતા રોડમાંથી રેતી, કપચી બહાર આવતા રોડની ગુણવતાનો પરપોટો ફુટ્યો હતો. અેકાદ વરસાદના ઝાપટા માત્રથી ઠેરઠેર પાણીના ખાબોચીયા ભરાવા લાગ્યા છે. આ સી.સી રોડનું કામ ગ્રામપંચાયત દ્વારા અન્ય કોન્ટ્રાકટરને આપવામા આવ્યુ હતું. રોડ બનાવવામાં શું કસર રહી ગઈ છે તે બોલવા કોઈ રાજી નથી. ગ્રામજનોઅે સરપંચને આ બાબતે જાણ કરતા ' અમે તો બરાબર જ કામ કર્યું છે અને અેસ્ટીમેન્ટ મુજબ જ કામ કર્યું છે' એવો જવાબ મળ્યો હતો. જો અેસ્ટીમેન્ટ મુજબ જ કામ કર્યુ હોય તો આ રોડ તુટ્યો કેમ અે પણ અેક ચર્ચાનો વિષય બની ગયો છે. ઉલ્લેખનીય છે કે જો રોડનુ કામ અેસ્ટીમેન્ટ મુજબ થયુ હોય તો આ રોડ તુટવાના કારણો શું હોય શકે તે તો જે તે લાગતા વળગતા અધિકારીઅો માટે તપાસનો વિષય છે. આ બાબતે અધિકારી સ્થળ તપાસ કરીને ગ્રામજનોને ન્યાય અપાવે તેવી માંગણી ગ્રામજનોમાં પ્રવર્તી રહી છે. ગ્રામજનો સવાલો ઉઠાવી રહ્યા છે કે શું આ બધું તાલુકા કે જીલ્લાના નિમાયેલા અધિકારીને ચેક કરવાની ફરજ નથી? જો હોય તો આ રોડના કામનું વેરીફિકેશન કોણે કર્યું? શું આ વિકાસના કામ માટે ફાળવેલ ગ્રાંન્ટ પ્રજાના પૈસા નથી? આમ અનેક પ્રશ્નો ગ્રામજનો કરી રહ્યા છે. ત્યારે હવે આ બાબતે જવાબદાર તંત્ર કોની જવાબદારી ફિક્સ કરે છે તે જોવું રહ્યું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne