જીવનમાં સર્વોત્તમ મેળવવાની કળા એટલે સિદ્ધ સમાધિ યોગ : તારીખ 28ને રવિવારે સાંજે 7:00 કલાકે આરાધના હોલ, કેનાલ રોડ, રામકો બંગલોની સામે, મોરબી ખાતે આયોજન મોરબી : મોરબીમાં આગામી તારીખ 28ને રવિવારે સાંજે 7:00 કલાકે આરાધના હોલ, કેનાલ રોડ, રામકો બંગલોની સામે વિશિષ્ટ સિદ્ધ સમાધિ યોગ(SSY) શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં આરાધના હોલ ખાતે સિદ્ધ સમાધિ યોગ(SSY) શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એમ કહેવાય છે કે, સિદ્ધ સમાધિ યોગ એ જીવનમાં સર્વોત્તમ મેળવવાની કળા છે. સિદ્ધ સમાધિ યોગ દ્વારા જીવનમાં અનેક ફાયદાઓ થઇ શકે છે. આના દ્વારા દરેક પ્રકારના વ્યસનથી છુટકારો મેળવી શકાય છે. આધુનિક જીવન ખુબ ભાગદોડ ભર્યું અને તાણભર્યું જીવન છે, લોકોની ખાણીપીણીની ટેવો બદલાઈ છે. સમય-કસમયે લેવાતું ભોજન અને જંકફૂડ, બેઠાડુ જીવન તથા તાણભર્યા કામના લીધે હૃદયરોગ, ડાયાબિટીસ, બી.પી., અસ્થમા, અલ્સર, એસીડીટી, અનિદ્રા, માઈગ્રેન, ડિપ્રેશન, સંધિવા, કમરનો દુખાવો, પથરી, એપેન્ડિક્સ, કપાસી, માથાનો દુખાવો, આધાશીશી, હરસ-મસા-ફિસર, એલર્જિક શરદી, સ્કિન એલર્જી, મોઢાના ચાંદા, વજન ઘટાડવા, ગેસ, અપચો, ભૂખ ઓછી લાગવી, આંચકી, તાણ, થાઇરોઇડ, કિડની અને પેશાબની તકલીફ વગેરે જેવી સમસ્યાઓ વકરતી જાય છે. સિદ્ધ સમાધિ યોગ આ બધા રોગને નિર્મૂળ કરવામાં અથવા મહદંશે નાબૂદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સિદ્ધ સમાધિ યોગ દ્વારા આ ફાયદાઓ થાય છે, જેને પરિણામે માણસની શારીરિક ક્ષમતા વધે છે, મન શાંત અને એકાગ્ર થાય છે. સ્વાભાવ તેમજ સંબંધોમાં સુધારો થાય છે. મન પ્રફુલ્લિત રહે છે. આમ, સિદ્ધ સમાધિ યોગ દ્વારા શારીરિક, માનસિક અનેઆર્થિક ફાયદાઓ મેળવી શકાય છે. સિદ્ધ સમાધિ યોગનો મૂળ ઉદ્દેશ રોગની મુક્તિ, શારીરિક સ્ફૂર્તિ, મનની શાંતિ, જીવનની સાચી સમજણ વગેરેનો છે. આ યોગ શિબિરનો લાભ લેવા માટે વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવું ફરજીયાત છે. આ શિબિરનો લાભ લેવા માટે અંબારામભાઈ કવાડીયા (9825263142), હસુભાઈ પાડલીયા (9925726611), હર્ષદભાઈ ગામી (9429097722), બાબુભાઇ પટેલ (7984163162), નવનીતભાઈ કુંડારીયા (9825224898), વૈશાલીબેન પટેલ (9879616592), જયેશભાઇ બુડાસણા (9979050000) અને અમિતભાઇ દેથરીયા (9726400007)નો સંપર્ક સાધવા જણાવાયું છે. આ યોગ શિબિરનો સગા સ્નેહીઓ સાથે લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne