નીતિનપાર્ક સોસાયટીમાં પાણીની લાઇન નાખવાનો વાયદો પોકળ ઠરતા રોષે ભરાયેલી મહિલાઓ એક કલાક સુધી ગ્રામ પંચાયત કચેરીએ હલ્લાબોલ કરીને સરપંચને ઉગ્ર રજુઆત કરી મોરબી : મોરબીના રવાપર ગામની સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓએ રવાપર ગ્રામ પંચાયત કચેરીએ આજે ફરી હલ્લાબોલ કર્યું હતું. જેમાં રવાપર ગામની નિતીનપાર્ક સોસાયટીમાં અગાઉ પાણીનો પ્રશ્ન ઉકેલવા માટે આપેલો પાણીની લાઇન નાખવાનો વાયદો પોકળ ઠરતા આ વિસ્તારની મહિલાઓ વિફરી હતી અને રવાપર ગ્રામ પંચાયત કચેરીએ એક કલાક સુધી હલ્લાબોલ કરીને સરપંચ સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી. મોરબીના રવાપર ગામે આવેલ એપાર્ટમેન્ટ અને સોસાયટીઓમાં ઘણા સમયથી પીવાના પાણીનો પ્રશ્ન ગંભીર છે. આ મામલે સ્થાનિક લોકોએ અનેક વખત રજુઆત કરીને ગ્રામ પંચાયત કચેરીએ મોરચો માંડ્યો છે. પણ સ્થાનિક તંત્ર આ પાણીની સમસ્યા ઉકેલવામાં કોઈ નક્કર કાર્યવાહી કરતું ન હોવાથી પાણીની ગંભીર સમસ્યા ઠેરની ઠેર જ રહી છે. આ દરમ્યાન રવાપર ગામે આવેલ નીતિનપાર્ક સોસાયટીના પાણી પ્રશ્ને આ વિસ્તારની મહિલાઓએ થોડા દિવસો પહેલા જ રવાપર ગ્રામ પંચાયત કચેરીએ મોરચો માંડીને પાણીની સમસ્યા ઉકેલવા માટે ઉગ્ર રજુઆત કરી હતી. તે સમયે તંત્રએ આ સોસાયટીના પાણી પ્રશ્ન ઉકેલવા માટે તા.7 સુધીમાં નવી પાણીની લાઇન નાખી દેવાનો વાયદો કર્યો હતો. પરંતુ આજે તા.18 થઈ જવા છતાં હજુ સુધી પાણી લાઇન નાખવાની કામગીરી ન થતા મહિલાઓ વિફરી હતી. નીતિનપાર્ક સોસાયટીની રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું આજે પાણી પ્રશ્નની રજુઆત કરવા ગ્રામ પંચાયત કચેરીએ ઘસી ગયું હતું અને એક કલાક સુધી પાણી પ્રશ્ને ભોગવવી પડતી આપવીતીની હૈયાવરાળ ઠાલવવા સાથે ઉગ્ર દેખાવો કરીને સરપંચ સમક્ષ આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી. જ્યારે આ મામલે સરપંચે જણાવ્યું હતું કે, હાલ રવાપર ગામની વસ્તી 50 હજારથી વટી ગઈ છે. રવાપર ગામને 6 એમ.એલ.ડી.પાણીની જરૂરિયાત છે. તેની જગ્યાએ હાલ અઢી એમ.એલ.ડી.જેટલું જ પાણી આવે છે. જેથી ત્રણ દિવસે પાણી વિતરણ કરાઈ છે અને નવી પાણીની લાઇન નખવાની ટી.ડી.ઓ.ને રજુઆત કરવામાં આવી છે અને એન્જીનીયર આવે પછી કાર્યવાહી થશે તેમ તેમણે જણાવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne