મોરબી : મોરબીના મેપ્સ ગ્રેનાઈટો દ્વારા તેમના ઉંચી માંડલ સીરામીક કારખાનામાં 500 જેટલા વૃક્ષો વાવીને તેમનું જતન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. મોરબી સીરામીકનગરી તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ ધરાવે છે. મોરબીના સીરામીકની માંગ ખુબ વધારે હોવાથી અને સમય સાથે વધતી જતી હોવાથી તેના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થતો રહે છે. જેથી મોરબીમાં આજે વધતા જતા પ્રદુષણનો ભય રહેલો છે. આથી પ્રદુષણને ઘટાડવા માટે મોરબીના સીરામીક ઉદ્યોગકારો દ્વારા વૃક્ષારોપણની મુહિમ છેડવામાં આવી છે. આ જ મુહિમને આગળ વધારવા માટે મેપ્સ ગ્રેનાઈટો દ્વારા ઉંચી માંડલના સીરામીક કારખાનામાં 500 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne