મોરબી : મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ગુરુપૂર્ણિમા નિમિતે પ્રિન્સિપાલ ડો.એલ.એમ. કંઝારિયાના અધ્યક્ષસ્થાને 'ગુરુવંદના' કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં ગુરુપૂર્ણિમા નિમિતે ગુરુવંદના, ભાવવંદના અને આનંદોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો આરંભ સર્વધર્મ સામુહિક પ્રાર્થના અને અધ્યાપકો દ્વારા દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. ગુરુવંદના કાર્યક્રમમાં નિમિતે કોલેજના વિદ્યાર્થીઓ મુછડિયા રિંકલ, ચારણ અલ્કેશ, સવાડીયા કોમળ, સેતા અલ્પેશ, મકવાણા મુકેશ, સોલંકી બેચર અને હડિયલ રસીલાએ ગુરુજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી. પ્રિન્સિપાલ ડો. કંઝારિયાએ પોતાના વક્તવ્યમાં પ્રથમ મા, પછી પિતા, વડીલ અને સ્વજન અને એ પછી શિક્ષક દ્વારા અભ્યાસ યાત્રા આરંભાય છે, તેવું જણાવ્યું હતું. આ ઉપરાંત આધ્યાત્મિક ગુરુની પણ વાત તેઓએ કરી હતી અને પ્રાચીન ગુરુપરંપરાના દ્રષ્ટાંતો દ્વારા જીવનમાં ગુરુનું સ્થાન સમજાવ્યું હતું. આ સાથે ઉદબોધન કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પણ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર જોશીએ કર્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne