મોરબી : તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 8 બોટલ સાથે એક યુવાનને એલ.સી.બીએ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે આવેલી મઢુલી હોટલ નજીકથી પસાર થઈ રહેલા યુવકની શંકાના આધારે તલાશી લેતા તેના કબ્જામાંથી 8 બોટલ વિદેશી દારૂ કિંમત 4000 રૂપિયા મળી આવ્યો હતો. ભૂરારામ જુગતારામ પ્રજાપતિ (ઉં.વ.20) નામનો આ યુવાન હોટલમાં નોકરી કરે છે. જે સાઈડ ખર્ચા કાઢવા દારૂ વેચવાના રવાડે ચડ્યો હતો. દારૂનો આ જથ્થો ક્યાંથી મેળવ્યો હતો અને કોને આપવાનો હતો સહિતના મુદ્દે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne