જીસીસીની એન્ટીડમ્પિંગ ડ્યુટીથી મોરબી સીરામીક ઉદ્યોગને પડેલો ફટકો દૂર થશે, સીરામિક્ષ એક્સપોમાં વિવિધ દેશોમાંથી અંદાજે 2 હજાર જેટલા બાયર્સ આવશે સાઉથ ઈસ્ટ એશિયા, અમેરિકા, શ્રીલંકા અને જોર્ડનના વિવિધ એસો.ના હોદેદારો તેમજ બાયર્સે સીરામિક્ષ એક્સપોમાં પધારવાની જાહેરાત કરતો વીડિયો શેર કર્યો મોરબી : ગલ્ફ દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવતા મોરબીના સીરામીક ઉદ્યોગોને ભારે ફટકો પડયો છે. ત્યારે ઉદ્યોગકારોને પોતાનું એક્સપોર્ટ અન્ય કન્ટ્રીમાં ડાયવર્ટ કરવા માટે સીરામિક્ષ એક્સપો વિપુલ તક પ્રદાન કરવાનું છે. આ એક્સપોમાં વિવિધ દેશોમાંથી અંદાજે 2 હજાર જેટલા બાયર્સ આવવાના છે. આગામી નવેમ્બર માસમાં તા. ૨૨ થી ૨૪ સુધી દરમીયાન ગાંધીનગર ખાતે ટાઉન હોલ પાસે આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં સીરામિક્ષ કોન્કલેવ એન્ડ એક્સપોનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોલ ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ વેર અને બાથ ફિટિંગ્સ સહિતની પ્રોડક્ટ બનાવતા મેન્યુફેક્ચર્સ ભાગ લઈ શકે છે. આ એક્સપોમાં કુલ ૨૦૦૦ થી વધુ બાયર્સ ફોરેનથી તેમજ વિવિધ રાજ્યોમાંથી આવવાના છે. https://youtu.be/QFdzKuSwC4g મોરબીના સીરામીક ઉદ્યોગને વિશ્વ ફલક ઉપર ચમકાવનાર, સીરામિક્ષ એક્સપોના આયોજક તથા સીરામીક એક્સપોર્ટમાર્કેટનું રિસર્ચ કરનાર ઓકટાગોન કોમ્યુનિકેશનના સીઈઓ સંદીપ પટેલના માર્ગદર્શન હેઠળ સીરામિક્ષ એક્સપોની ટીમ વિવિધ દેશોમાં બેઠકોનો દૌર ચલાવીને વિદેશના હજારો બાયર્સને સીરામિક્ષ એક્સપોમાં બોલાવવામાં સફળ રહી છે. જેના પરિણામે વિવિધ દેશોના મોટા બાયર્સના અઢળક ડેલીગેશન સીરામિક્ષ એક્સપોમાં ભાગ લેવા માટે આવવાના છે. સીરામીક ક્ષેત્રે વિશ્વભરમાં મોરબી સીરામીક ઉદ્યોગ સમગ્ર દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. હાલ મોરબી સીરામીકમાંથી ગલ્ફના દેશોમાં 70 ટકા જેટલું એક્સપોર્ટ થઈ રહ્યું છે. ત્યારે ગલ્ફમાં દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીના કારણે મોરબી સિરામિકને ભારે ફટકો પડયો છે. ત્યારે આ ખોટમાંથી ઉગારવા માટે સીરામિક્ષ એક્સપો એક વિશેષ તક લઈને આવ્યું છે. ગલ્ફ સિવાયના પણ એવા ઘણા બધા દેશો છે. જ્યા ઉદ્યોગકારો પોતાનું એક્સપોર્ટ ડાયવર્ટ કરી શકે છે. સીરામિક્ષ એક્સપોની ટીમે ગલ્ફ સિવાયના અનેક દેશોમાં એક્સપોર્ટ વધારવા માટે આક્રમકતા પૂર્વક અભિયાન ચલાવ્યુ છે. જે દેશોમાં સીરામીક ઉદ્યોગો માટે વિપુલ તકો પડી છે. તેવા તમામ દેશો સાથે સીરામિક્ષ એક્સપોની ટીમે બેઠકો કરી છે. જેના પરિણામે આ તમામ દેશોના વિશાળ એસોસિએશનો તેમના બાયર્સનું ડેલીગેશન મોકલવાના છે. વધુમાં સાઉથ ઈસ્ટ એશિયા, અમેરિકા, શ્રીલંકા અને જોર્ડન જેવા દેશોમાં હાલ મોરબી સીરામીક ઉદ્યોગ માટે વિશેષ તક રહેલી છે. ત્યારે આ દેશોના વિવિધ એસોસિએશનના હોદેદારો તેમજ બાયર્સે સીરામિક્ષ એક્સપોમાં ભાગ લેવાના હોવાનો વીડિયો પણ શેર કર્યો છે. આમ જે દેશમાં સિરામિક ઉદ્યોગો માટે વિપુલ તકો છે. તેવા દેશોના બાયર્સ મોટી સંખ્યામાં સીરામિક્ષ એક્સપોમાં હાજર રહેવાના છે. જેથી સિરામિક ઉદ્યોગકારો સરળતાથી પોતાનું એક્સપોર્ટ ગલ્ફના દેશોમાંથી અન્ય દેશો તરફ ડાયવર્ટ કરી શકે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne