૩૦૦ જેટલા લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો મોરબી : મોરબી-રાજકોટ હાઇવે બારનાલા પાસે આવેલા 'ઝારવાળા હનુમાનજી'ના મંદિરે ગુરુપૂર્ણિમા નિમિતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ટંકારાથી થોડે દૂર મોરબી-રાજકોટ હાઈવે બારનાલા પાસે નદીકાંઠે રમણીય જગ્યા પર બિરાજમાન 'ઝારવાળા હનુમાનજી'ના મંદિરે ગુરુપુર્ણિમાના પાવન અવસર પર મહાપ્રસાદનું આયોજન મંદિરના મહંત હનુમાનદાસબાપુ નિરવાણી (ઉંમર ૯૦ વર્ષ) તેમજ તેમના ભક્તો દ્રારા કરવામા આવ્યું હતું. આશરે ૩૦૦ ભક્તજનોને મહાપ્રસાદનો લ્હાવો ગુરુપુર્ણિમા અવસર પર લઈ સૌ ભક્તો ધન્ય થયા હતા. આ પ્રસંગે આયોજક રાજુભાઈ ભટાસણા (ધ્રૃવનગરવાળા) તેમન અન્ય ક્ષત્રિય અને પાટીદાર સમાજના આયોજકોએ સેવા આપી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne