મોરબી : મોરબીના ભારતી વિદ્યાલયમાં આજે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી વેદિક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી તથા પુસ્તકોનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. મોરબીના ભારતી વિદ્યાલયમાં દરેક વિદ્યાર્થીઓને મા સરસ્વતીનું મંત્રોચ્ચાર સાથે અને જ્ઞાનરૂપી પુસ્તકોનું શાસ્ત્રોક્ત વિધિથી શાસ્ત્રી અમિતભાઇ પંડ્યા દ્વારા પૂજન કરાવવામાં આવ્યું હતું. શાસ્ત્રીજીએ કહ્યું હતું કે પૃથ્વી પરના દેવ માતા-પિતા અને ગુરુજી છે, હરહંમેશ તેઓને માન સન્માન આપતા રહીએ અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાના આશીર્વચન મળતા રહેશે. શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ ગુરુપૂર્ણિમાના મહત્વ વિશે સમજાવ્યું કે ગુરુ એ સૂર્ય રૂપી તેજ છે અને ચંદ્રરૂપી શીતળતા તેમાં સમાયેલી છે. સામેવાળા વ્યક્તિમાં ગુણ જોતા શીખો અને પોતાનામાં અવગુણો જુઓ. જગત જ્ઞાનનો સાગર છે. તેને પ્રાપ્ત કરવા પોઝિટિવ દીર્ઘદ્રષ્ટિ અપનાવી જોઈએ. અંતમાં હિતેષભાઈ દ્વારા દરેક બાળક જીવનમાં ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરે તેવા આશીર્વચન આપવામાં આવ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne