ટંકારા : ટંકારાના મીતાણામાં ખેતમજુરની પત્નીએ ઝેરી દવાવાળા ડબલામાંથી ભૂલથી પાણી પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ટંકારા પોલીસે આ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે. બનાવની મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના મીતાણામાં દિલીપભાઈ પટેલની વાડીએ ખેતમજુરી કરતા મજુર સંતોષભાઈ કામલીયાને ભાગમાં ખેતી કરવા માટે રાખ્યા હતા. દરમિયાનમાં ગઈકાલે ખેતરમાં છાંટવાના દવાવાળા ડબલામાંથી સંતોષભાઈના પત્ની તાજુબેને(ઉ.વ.28) ભૂલથી પાણી પી લેતા ઝેરની તુરંત અસર દેખાઈ હતી. આથી તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne