સર્વ શિક્ષા અભિયાન હેઠળ પ્રાથમિક શાળાના દિવ્યાંગ બાળકોને સાધન સહાયનું એસેસમેન્ટ થયું મોરબી : સર્વ શિક્ષા અભિયાન હેઠળ આઈ. ઇ.ડી. (ઇન્ટ્રોગેટેડ એજ્યુકેશન ડિસેબલ ફોર ધ ચાઈલ્ડ) અંતર્ગત મોરબીના સામાં કાંઠે બી.આર.સી ભવનમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય અર્થે એક એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ પ્રકારની દિવ્યંગતા ધરાવતા 109 બાળકોને ચકાસવામાં આવ્યા હતા અને એમના માટેના જરૂરી સહાયક સાધનોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઓર્થોપેડિક, સેરેબલ પાલસી, હેયરિંગ ઇમ્પારમેન્ટ તેમજ મલ્ટી ડિસેબીલીટીના બાળકો સહિત 109 બાળકો માટે જરૂરી કીટનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. ઓર્થોપેડિક દિવ્યંગતા ધરાવતા બાળકો માટે હાથ-પગના સહાયક સાધનો, સેરેબલ પાલસી માટે વ્હીલચેર સહિતના સાધનો તેમજ બહેરાશ માટે શ્રવણ યંત્રો અને મલ્ટીપલ ડિસેબિલીટી માટેની સંપૂર્ણ કીટનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. મોરબી તાલુકામાં ઓર્થોના 8, સેરેબલપાલસીના 10, મલ્ટી ડિસેબીલીટીના 39, હેયરિંગ 1ના 57 કેસ તેમજ ટંકારા તાલુકાના ઓર્થોના 5, સેરેબલના 2, મલ્ટીપલના 44 તેમજ હેયરિંગના 53 આમ કુલ મળી 109 બાળકો માટે સહાયના સાધનોનું એસેસમેન્ટ કરાયું હતું. આ કેમ્પને સફળ બનાવવા આઈ.ઇ.ડી.કો. ઓર્ડીનેટર, બી.આર. સી અને બી.આર.પી. મિત્રો સહાયક બન્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne