મોરબી : શહેરના મયુર બ્રિજ પર ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી તેમજ ખુલ્લા પડેલા ઇલેક્ટ્રિક વાયરિંગથી નાગરિકો પર અકસ્માતનો ભય ઝળુંબી રહ્યો છે. ત્યારે પાલિકાએ સત્વરે આ અંગે કાર્યવાહી કરવાની લોક માંગણી પ્રબળ બની રહી છે. એલ.ઇ. કોલેજથી કેસરબાગ અને મોરબી તરફ આવતા મયુર બ્રિજ પર ઘણા દિવસોથી સ્ટ્રીટ લાઈટ બંધ હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારે લોકો મોર્નિંગ વોક માટે નીકળે ત્યારે થોડું અંધારું હોવાથી ખુલ્લા વાયરિંગને કારણે અકસ્માત થવાનો સતત ભય રહેલો છે. જ્યારે હવે શ્રાવણ માસના દિવસો નજીક છે, ત્યારે મહાપ્રભુજીની બેઠક તેમજ શોભેશ્વર સુધી ચાલીને જવા વાળો બહુ મોટો ભાવિક વર્ગ આ પુલ પર રહેલી ફૂટપાથનો ઉપયોગ કરશે. આવા સંજોગોમાં ખુલ્લા વાયરિંગના ભયની સાથો સાથ અંધારાના કારણે ચિલઝડપ કે અન્ય બનાવો બનવાનો અંદેશો પણ જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. પાલિકા તંત્ર આ દિશામાં સત્વરે કામગીરી કરે તેવી લોક લાગણી પ્રચંડ બની રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne