સાડી ગણવેશ વિતરણ અને જુદી જુદી યોજનાના લાભાર્થીઓને કીટ વિતરણ કાર્યક્રમ પણ યોજાશે મોરબી : મોરબીના નગરપાલિકા ટાઉન હોલ ખાતે આવતીકાલે તારીખ 14ને રવિવારે સવારે 9:00 વાગ્યાથી 'સુપોષણ ચિંતન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાડી ગણવેશ વિતરણ કાર્યક્રમ પણ યોજાશે. મોરબીના નગરપાલિકાના ટાઉન હોલ ખાતે આવતીકાલે રવિવારે પ્રધાનમંત્રીના 'સહી પોષણ દેશ રોશન'ના આહવાનને ચરિતાર્થ કરવા તથા સુપોષિત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સુપોષણ અંગે સંવેદના કેળવવા અને જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને કીટનું વિતરણ કરવા માટે 'સુપોષણ ચિંતન સમારોહ' અને 'સાડી ગણવેશ વિતરણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રાજકોટ સંસદીય મતવિસ્તારના સાંસદ મોહનભાઇ કુંડારીયાના અધ્યક્ષસ્થાને યોજાશે. આ સમારોહમાં પૂરક પોષણમાંથી બનાવેલી વાનગીઓનું નિદર્શન, બાળકોનું પોષણસ્તરના મોનીટરીંગ માટેના રજિસ્ટારનું વિમોચન, પૂર્વ પ્રાથમિક તથા પૂર્ણા યોજના પ્રવૃત્તિઓનું નિદર્શન, યશોદામાતા એવોર્ડ વિતરણ, માતૃ વંદના યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામ કરનારનું સન્માન કરવામાં આવશે. આ સમારોહના વિશેષ અતિથિઓ સાંસદો વિનોદભાઈ ચાવડા, ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, પૂનમબેન માડમ, ધારાસભ્યો પ્રવીણભાઈ મુછડીયા, બ્રિજેશભાઈ મેરજા, લલિતભાઈ કગથરા, મહમ્મદ જાવીદ પીરઝાદા, પુરુષોત્તમ સાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા, નગરપાલિકા પ્રમુખ કેતનભાઈ વિલપરા અને મહિલા અને બાળવિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ રેખાબેન એરવાડીયા છે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે નિમંત્રકો જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઇરા ચૌહાણ, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા(આઈએએસ) અને કલેક્ટર આર.જે. માકડીયા દ્વારા અનુરોધ કરાયો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne