વર્ષ 2013માં આરોપીએ પાડોશમાં રહેતી યુવતી અને તેની માતાને માર માર્યો 'તો મોરબી : મોરબીમા વાવડી રોડ નજીક ગંદુપાણી ફેંકવા બાબતે વર્ષ 2013માં મારામારી થઇ હતી. આ મામલો પોલીસ મથકે નોંધાયા બાદ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો છે.પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ ઉપર રહેતા કાજલબેન દિલસુખભાઈ ત્રીવેદીના ઘરે વર્ષ 2013માં પ્રસંગ હોય ત્યારે તેના ઘર પાસે ગંદુ પાણી નિકળવાની વાતને લઈને પાડોશમાં રહેતા ડાયાભાઈ મોહનભાઇ બરાસરા તથા તેના પત્ની અને અન્ય એક મહિલાએ બોલાચાલી કરીને કાજલબેન તેમજ તેના માતાને માર માર્યો હતો. બનાવના પગલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો. આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી ડાયાભાઈ મોહનભાઈ બરાસરાને કોર્ટે એક વર્ષની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકારી વકીલ આર.એ.ગોરી રોકાયેલ હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne