વાંકાનેર : તાલુકાના દેરાળા ગામેથી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે એક ઇસમને દેશી બનાવટના ઈંગ્લીશ દારૂની 8 બોટલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકનેર તાલુકાના દેરાળા ગામની સીમમાં આવેલ ખાંડાવાળી વાડીમાં તાલુકા પોલીસના પો.સબ.ઇન્સ. એસ.એસ.ગોહિલની સૂચનાથી પો.સબ.ઇન્સ. બી.ડી.પરમાર, પો.હેડ.કોન્સ. મુકેશભાઈ વાલજીભાઈ, પો.કોન્સ. મુકેશભાઈ હકુભાઈ, રવીકુમાર સહિતના સ્ટાફે દરોડો પાડી રણજીત કાનાભાઈ ધરજીયા (ઉં. વ. 23, રહે. દેરાળા ગામ)ને બ્લુ મૂડ પ્રીમિયમ વહીસ્કીની 8 બોટલ દારૂ કિંમત રૂ. 2400 સાથે ઝડપી પાડી પ્રોહીબિશન કલમ 65 e, 116 b મુજબ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દારૂના સપ્લાયરનું નામ જાણવાની તજવીદ આદરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne