શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પ્રવર્તમાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું મોરબી : આજ રોજ સામાકાંઠે આવેલી ભારતી વિદ્યાલય શાળામાં વિદ્યાર્થીઓ માટે મોટીવેશનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો.યશરાજસિંહ ઝાલા, ડો.હાર્દિકભાઈ જેસવાણી અને અલ્પેશભાઈ પુજારાએ વિદ્યાર્થીઓને સફળ થવા માટે પોતાના ગોલ સિવાય એકપણ બાજુ ધ્યાન ભટકે નહિ એ રીતે કેમ કાર્યશીલ થવું જોઈએ એ તેમના વક્તવ્યમાં અવનવા ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. આજે ભારતી વિદ્યાલયમાં મોટિવેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પ્રિન્સિપાલ અલ્પેશભાઈ પૂજારાએ કહ્યું કે ફુગ્ગાના ઉદાહરણથી સમજાવ્યું કે વિદ્યાર્થીઓ ત્યારેજ સફળતાના શિખરે પહોંચી શકે છે જયારે તેનામાં રહેલી અલૌકિક શક્તિઓ બહાર ખીલે અને ભારતી વિદ્યાલય દ્વારા આ વિવિધ જ્ઞાનરૂપી ગેસનો ભંડાર બાળકને ઓળખ બતાવે છે તેમજ તેમને જીવનમાં હરહંમેશ માર્ગદર્શન શાળા તરફથી મળતું રહે છે. ડો.યશરાજસિંહ ઝાલાએ તેમના પ્રવચનમાં કહ્યું કે શાળાએ શિસ્ત ,સંસ્કાર અને શિક્ષણનું ધામ છે. તેમણે એમના વક્તવ્યમાં પોઝિટિવિટી થીંકીંગ પર ઘણા બધા મુદ્દા સમજાવ્યા તેમણે કહ્યુંકે જીવનમાં કઈ પણ અશક્ય નથી. જ્યાં સુધી આપણા જીવનનો ધ્યેય નકકી નહિ હોય ત્યાં સુધી તમે સફળતાનાં શિખર સુધી પહોંચી નહીં જ શકો. ત્યારબાદ ડો.હાર્દિકભાઈ જેસવાણીએ બાળકોને સોશિયલ મીડિયાથી વધુ અંજાઈ જવા કરતા જરૂરિયાત પ્રમાણે પ્રકાશ મુજબ જ્ઞાન લેવું સાથે સાથે શારીરિક અને બૌદ્ધિક રમતો એકાગ્રતા માટે અતિ જરૂરી છે માટે રમત છે તે પણ એક શિક્ષણનો જ ભાગ છે. વધુમાં તેમને જણાવ્યું કે એકાગ્રતા તેનાથી જ કેળવાય છે જેનામાં સફળ થવા માટે એક વિચાર અને એક દ્રષ્ટિ હોય છે. અંતમાં શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિને જાગૃત કરવા માટે જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી પ્રશ્નોત્તરી કરી સમજ કેળવવી જોઈએ મૌન થવું એના કરતા વ્યવહારિક વાણીથી જીવનમાં આગળ વધવું જોઈએ તેમ સમજાવ્યું હતું તેમજ કાર્યક્રમમાં આવેલ ત્રણેય ભૂતપૂર્વ વિદ્યાર્થીને અભિનંદન સાથે આવકાર તેમજ આભાર વ્યક્ત કરીને જીવનમાં હજુ વધુ સફળતા મળે તેવા આશીર્વાદ આપ્યા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne