સમાધાન પેટે રૂ. 1.30 કરોડની રકમ મળી : નોનકોર્ટ ગણાતા 2559 કેસોમાંથી માત્ર 143નો જ નિકાલ થઈ શક્યો મોરબી : મોરબીમાં આજે લોક અદાલત યોજવામાં આવી હતી. જેમાં 1171 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ તકે સમાધાન પેટે કુલ રૂ. 1.30 કરોડની રકમ પણ મળી હતી. વધુમાં નોનકોર્ટ ગણાતા 2559 કેસો પેન્ડિંગ હોય તેમાંથી માત્ર 143નો જ નિકાલ થઈ શક્યો હતો. મોરબીમાં વર્ષોથી પેન્ડિંગ રહેલા કેસોનો નિકાલ થાય અને લોકોને ત્વરિત ન્યાય મળી રહે તેવા આશયથી આજે લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં પેન્ડિંગ રહેલા 1628 કેસો લેવામાં આવ્યા હતા. જેમાંથી 1028 કેસોનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. આ કેસોના નિકાલ દરમિયાન સમાધાન પેટે કુલ રૂ. 52,41,875 જેટલી રકમ મળી હતી. આ ઉપરાંત કોર્ટ સિવાયના એટલે કે પીજીવીસીએલ અને બેંકો સહિતના વિભાગના હાલ 2559 કેસો છે. જેમાંથી 143 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાંથી સમાધાન પેટે રૂ. 77,88,157 મળ્યા હતા. આમ લોક અદાલતમા કુલ 1171 કેસોનો નિકાલ કરવામા આવ્યો હતો. જેમાંથી સમાધાન પેટે રૂ. 1,30,30,032ની રકમ મળી હતી. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne